હું શોધું છું

હોમ  |

નાગરિક અધિકારપત્ર
Rating :  Star Star Star Star Star   

 

નાગરિક અધિકારપત્ર શા માટે?

·         પ્રજાને પોતાના અધિકારની જાણ થાય અને તંત્ર પાસેથી કાર્યક્ષમ અને પારદર્શક કામગીરી મળી રહે તેવા બહોળા ઉદ્દેશથી નાગરિક અધિકારીપત્ર ઘડવામાં આવે છે. તેમ જ પારદર્શક અને નિષ્ઠાયુકત તંત્ર નાગરિકમાં વિશ્વાસ જગાવે છે અને સમાજ તથા દેશનો વિકાસ કરે છે.

પોલીસ શી શી સેવાઓ આપે છે?

·         રાજ્યની આંતરીક સુરક્ષા માટે પોલીસતંત્ર નિભાવવામાં આવે છે. પોલીસનુ પ્રાથમિક કાર્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. તેમ જ બનતા ગુનાઓ અટકાવવાનુ તેમ જ બનેલા ગુનાઓનો ભેદકેલવાનું કામ કરે છે. સાથે સાથે જાહેર પબ્લિકને રક્ષણ પૂરું પાડવાનું પણ કામ કરે છે. કુદરતી આફતો જેવી કે વાવાઝોડું, પૂર, આગ, વગેરેની સામે મદદરૂપ થાય છે.

આમ પ્રજા પોલીસનો સાથ કઈ રીતે લઈ શકે છે?

·         પબ્લિક પોલીસને પોતાના વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશન ઉપર રૂબરૂ જઈ તેમ જ ટેલિફોન દ્વારા જાણ કરવાથી જોઈતી મદદ તત્કાળ ઉપલબ્ધ થાય છે. તેમ જ પત્રથી પણ સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા તેના ઉપરી અધિકારીને અરજ કરી ન્યાય મેળવી શકાય છે. પોલીસ ર૪ કલાક સતત સેવા માટે બંધાયેલા છે. પોલીસ કંટ્રોલ રૂમ ખાતેથી પોલીસ ખાતાની કચેરીઓ તથા અધિકારીઓની વિગત મેળવી શકાય છે. તેમ જ ઇમરજન્સી મદદ પણ કંટ્રોલ રૂમ દ્વારા ઉપલબ્ધ થાય છે.

·         સમગ્ર જિલ્લાના પોલીસવડા તરીકે પોલીસ અધીક્ષકને નીમવામાં આવે છે. જિલ્લાની પોલીસ કાર્યવાહી બાબતે તેઓની પાસે અરજી ફરિયાદ રજૂઆત કે સૂચન કરી શકાય છે. ઉપરાંત જિલ્લાની કોઈ પણ બાતમી કે માહિતી તેમને કોઈ પણ સમયે આપી શકાય છે.

·         પોલીસની હાજરીની જરૂર હોય તેવા તમામ કિસ્સાઓમાં પોલીસને જાણ થતાં ૩૦ મિનિટ પહેલાં જવાબ આપશે.

·         અરજીની તપાસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના દરજજાના અધિકારી કરશે. અને અરજદારને સંતોષકારક પ્રત્યુત્તર પાઠવવામાં આવશે.

·         પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાઈ રહે તે માટે દરેક પોલીસ સ્ટેશનનાં ગામોમાં પોલીસ અધીક્ષકના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં લોકદરબારનું આયોજન કરવામાં આવે છે અને લોકોના પ્રશ્નોનું તેમ જ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવે છે.

સ્થળ જ્યાં લોકો સંપર્ક સાધી શકે છે.

·         આણંદ જિલ્લામાં પોલીસ વડા તરીકે પોલીસ અધીક્ષકશ્રી ની નિમણૂક કરવામાં આવી હોય છે. તેઓને નીચના સરનામે સંપર્ક કરી શકાય છે.
ફોન નંબર -- ૦ર૬૯ર- ર૬૦૦ર૭ કચેરી
ઘરનો નંબર -- ૦ર૬૯ર - ર૬૧૩૩૩
સરનામું કચેરીનું -- આણંદ સોજિત્રા રોડ, સેવા સદન સામે, જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરી.
ઘરનું સરનામું -- પોલીસ અધીક્ષક નિવાસ, આણંદ, સોજિત્રા રોડ, સેવા સદનની સામે.

નાયબ પોલીસ અધિક્ષક -- આણંદ જિલ્લામાં ત્રણ પોલીસ વિભાગ છે. ત્રણેનો હવાલો નાયબ પોલીસ અધીક્ષક દરજ્જાના અધિકારી ધરાવે છે.

વિભાગીય પોલીસ અધિક્ષક આણંદ --   
ફોન નંબર -- ૦ર૬૯ર - ર૪૦પ૧પ
ઘરનો નંબર -- ૦ર૬૯ર - ર૪૦૩૩૧
કચેરીનું સરનામું -- આણંદ રેલવે સ્ટેશન સામે, તા.જી.આણંદ.

વિભાગીય પોલીસ અધિક્ષક પેટલાદ --
ફોન નંબર -- ૦ર૬૯૭ - રર૪૩૩ર
ઘરનો નંબર -- ૦ર૬૯૭ - રર૪૯૧૧
કચેરીનું સરનામું -- સ્ટેશન રોડ, તા.પેટલાદ, જી.આણંદ.

વિભાગીય પોલીસ અધિક્ષક ખંભાત -- 
ફોન નંબર -- ૦ર૬૯૮ - રરર૦૦૦
ઘરનો નંબર -- ૦ર૬૯૮ - રરર૩૬૬
કચેરીનું સરનામું -- ગવારા ટાવર સામે, તા.ખંભાત, જી.આણંદ.

ઉપરોક્ત ત્રણેય વિભાગના સુપરવિઝન અધિકારી તરીકે નાયબ પોલીસ અધીક્ષક હોય છે. તેમનું કાર્ય તેઓના વિભાગમાં આવતાં પોલીસ સ્ટેશનો તથા સર્કલ ઇન્સ્પેક્ટરોની કામગીરીનું સુપરવિઝન કરવાનું હોય છે. તેઓના વિભાગમાં બનતા ગુનાઓની તપાસનું સુપરવિઝન તેમ જ તેને અટકાવવાનું તથા શોધી કાઢવાનું કાર્ય તેઓ કરે છે. તેઓ પાસે તેઓના વિભાગના પોલીસ સ્ટેશન વિસ્તારની કોઈ પણ ફરિયાદ, અરજી કે ગુનાની તપાસના અહેવાલ અંગેની માહિતી કચેરી સમય દરમિયાન ઉપર જણાવેલી કચેરીએ જઈ મેળવી શકાય છે. ઉપરાંત ૧૦ વર્ષથી ઓછા લગ્નજીવનનો ગાળો હોય અગર તો ૩૦ વર્ષ કરતાં ઓછી ઉંમરની સ્ત્રીના અકુદરતી મૃત્યુના કેસોમાં તેઓ જાત તપાસ કરે છે. તેમ જ બંધ મકાનમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર રેડ કરનાર અધિકારીને તેઓ વોરંટ પણ ઇસ્યુ કરે છે.

ફરિયાદ અને તપાસઃ-

(૧) ફરિયાદઃ- ગુનો બે પ્રકારનો હોય છે.

(અ) પોલીસ અધિકારના (કોગ્નિઝેબલ)
(બ) પોલીસ અધિકાર બહારના (નોન કોગ્નિઝેબલ)

(અ) પોલીસ અધિકારના ગુનામાં ફરિયાદઃ- પોલીસ અધિકારનો કોઈ ગુનો અથવા અંગેની દરેક ખબર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને લેખિત કે મૌખિક રીતે આપી શકાય છે. મૌખીક ફરિયાદ તે જ વખતે લખી એમાં ખબર આપનારને વાંચી સંભળાવી તેમની સહી લેવામાં આવે છે.

(બ) પોલીસ અધિકારના બહારના ગુનાની ફરિયાદઃ- પોલીસ અધિકાર બહારના ગુનાની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં આપી શકાય છે. તેની નોંધ રજિસ્ટરમાં કરવામાં આવે છે. પરંતુ તેમાં ગુનો નોંધવામાં આવતો નથી. આવી ફરિયાદની તપાસ કોર્ટની પરવાનગી બાદ પોલીસ કરી શકે છે.

·         દરેક કોગ્નિઝેબલ ગુનાની તપાસની શરૂઆત એફ.આર.આઈ.થી થાય છે. જે સી.આર.પી.સી. કલમ ૧પ૪ મુજબની હોય છે.

·         ઘણા કિસ્સાઓમાં બિનવારસી લાશ મળે અને તેમાં ગુનાહિત મૃત્યુ હોય તેવા સંજોગો અથવા તો બનાવના સ્થળે પોલીસ સિવાય બીજો કોઈ ફરિયાદી હાજર ન હોય તેવા સંજોગોમાં પોલીસ ફરિયાદી બને છે.

ફરિયાદીએ ઘ્યાનમાં રાખવાની બાબતોઃ-

·         સમયની દ્રષ્ટીએ જોતાં બનાવ બન્યા બાદ તરત જ નજીકના પોલીસ સ્ટેશને જઈ હકીકત મુજબની ફરિયાદ આપવી જોઈએ.

·         ફરિયાદમાં બનાવ બનવાનું કારણ તેમ જ હેતુ જો ખબર હોય તો જણાવવો જોઈએ.

·         બનાવવાળી જગ્યાએ પોલીસ આવે ત્યાં સુધી જે તે સ્થિતિમાં જાળવી રાખવી જોઈએ.

·         આપેલ ફરિયાદની નકલ વિના મૂલ્યે ફરિયાદ દાખલ કરનાર અધિકારીએ આપવાની હોય છે, જેથી ફરિયાદની નકલ તરત જ મેળવી લેવી જોઈએ.

·         ફરિયાદ કોગ્નિઝેબલ હોવી જોઈએ કે, જેમાં પોલીસને અધિકાર હોય.

·         તપાસના અંતે જો એવુ નીકળે કે, ફરિયાદએ જાણી જોઈને ખોટી ફરિયાદ લખાવી છે તો કોર્ટમાંથી "બી" સમરીની માંગણી કરી ફરિયાદી વિરુદ્ધ કોર્ટરાહે પગલાં લેવા કાર્યવાહી પણ કરી શકાય.

(બ) તપાસઃ- કોગ્નિઝેબલ ગુનો નોંધાયા બાદ પોલીસ અધિકારી દ્વારા તરત જ તપાસ શરૂ કરવામાં આવે છે અને બનાવવાળી જગ્યાનું પંચનામું તેમ જ કેસને લગતા શાહેદોનાં નિવેદનો લેવામાં આવે છે અને જરૂર જણાયે ફોરેન્સિક એક્સપર્ટની પણ મદદ મેળવી ફરિયાદ મુજબના પુરાવા એકઠા કરવામાં આવે છે.

- વર્ગ "અ" સમરીઃ- નજીકના ભવિષ્યમાં ગુનેગાર મળી આવે તેવી શકયતા ન હોય ત્યારે
-
વર્ગ "બ" સમરીઃ- ખોટી ફરિયાદ હોય ત્યારે

-
વર્ગ "સી" સમરી -- હકીકતની ભૂલને કારણે ફરિયાદ આપેલ હોય ત્યારે.

(ક) ધરપકડઃ-

·         પોલીસ બે રીતે ધરપકડ કરી શકે છે. (૧) વોરંટ વગર (ર) વોરંટથી

·         પોલીસને સી.આર.પી.સી.ની કલમ ૪૧ (૧) મુજબ વગર વોરંટે ગુનામાં સંડોવાયેલી વ્યક્તિ કે આરોપીની ધરપકડ કરવાનો અધિકાર છે. કલમ ૪૧(ર) મુજબ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી આવી જ રીતે સી.આર.પી.સી. કલમ ૧૦૯ અને ૧૧૦માં જણાવેલ વ્યક્તિ કે, વ્યક્તિઓને ગિરફતાર કરી શકે છે.

·         પોલીસને સી.આર.પી.સી. ૧પ૧ મુજબ પોલીસ અધિકારનો ગુનો થતાં અટકાવવા માટે વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા મળેલી છે.

·         વગર વોરંટે ધરપકડ કરવામાં આવેલા ગુનેગાર કે વ્યક્તિને ર૪ કલાકમાં જે તે હકૂમતની નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાનો હોય છે.

પોલીસરક્ષણ --

·         કોમી બનાવોમાં લઘુમતી કોમના લોકોને રક્ષણ આપશે. પાકનાં ભેલાણ અટકાવવા માટે રક્ષણ આપવામાં આવે છે. પાકના રક્ષણ માટે ધોડેસવાર પોલીસ આપવામાં આવે છે જે મોટાભાગે ગામ કે સીમ વિસ્તાર માટે આપવામાં આવે છે.

·         રાષ્ટ્રીય બેન્કોમાં તેમની માગણી મુજબ નાણાંની હેરફેર વખતે તેમ જ ટ્રેજરી ગાર્ડ સ્વરૂપે પોલીસરક્ષણ આપવામાં આવે છે.

·         જમીન મકાનના પ્રશ્નોમાં નામદાર કોર્ટ દ્વારા પોલીસરક્ષણ આપવા માટેનો હુકમ કરેલો હોય ત્યારે અથવા તો આવી રક્ષણ માટે આવેલી અરજી બાબતે જે તે પોલીસ સ્ટેશન પાસેથી પૂરતા જરૂરી દસ્તાવેજો તેમ જ પોલીસ અધિકારીનો અભિપ્રાય મેળવ્યા બાદ યોગ્ય જણાય તો જ સ્વખર્ચે પોલીસરક્ષણ આપવામાં આવે છે.

·         પોલીસરક્ષણ માટે જિલ્લા પોલીસ અધીક્ષકશ્રીને અરજી કરી રક્ષણ મેળવી શકાય છે.

ગામના સરપંચની ફરજો --

·         ગામમાં ચાલતા દીવાની કે ગુનો બને તેવા બનાવોની જાણ તરતપોલીસ સ્ટેશને કરવી જોઈએ.

·         ગામમાં કોઈ વ્યક્તિ અકુદરતી અથવા અકસ્માતથી મૃત્યુ પામે અથવા ગામમાં શબ મળી આવે ત્યારે પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ.

·         ગામમાં ગુનેગાર અથવા તો અજાણી શક પડતી વ્યક્તિ આવી હોય તો તેની જાણ પોલીસ સ્ટેશને કરવી જોઈએ

·         ગામમાં બે કોમો વચ્ચે કોઈ કારણસર મનદુઃખ થયું હોય તો તેની પણ જાણ કરવી જોઈએ.

ટ્રાફિક નિયમન --

·         આજે વિકાસની સાથોસાથ મોટર વાહનોની સંખ્યામાં પણ તીવ્ર ગતિથી વધારો થાય છે, જેના લીધે દિવસે દિવસે ટ્રાફિકનો પ્રશ્ન મહત્વનો બનતો જાય છે.

·         સામાન્ય રીતે ટ્રાફિક નિયમન માટે લીધેલા તમામ પ્રયત્નોને ત્રણ ભાગમાં વહેંચી અભ્યાસ કરવામાં આવે છે. જેને અંગ્રેજીના ત્રણ A થી ઉલ્લેખ કરી શકાય છે.

o    ટ્રાફિક એજ્યુકેશન

o    ટ્રાફિક એન્જિનિયરિંગ

o    ટ્રાફિક એન્ફોર્સમેન્ટ

ટ્રાફિક એજ્યુકેશન --

·         ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે લોકોમાં ટ્રાફિક અંગેની સમજ તેમ જ ટ્રાફિકના નિયમો અને કાયદાઓ બાબતે જાણકાર આપવાની ખાસ જરૂર રહે છે. આ દિશામાં પોલીસખાતા તરફથી વિવિધ પ્રકારના પ્રયોગો કરવામાં આવે છે.

·         આણંદ ટ્રાફિક પોલીસ દ્વારા આણંદની ટ્રાફિક સમસ્યા ઉપર ફિલ્મ બનાવી કેબલ ઉપર તેમ જ દૂરદર્શન ઉપર પ્રસારિત કરવામાં આવી છે. જેમાં પ્રજાને ટ્રાફિક નિયમનના પાલન કરવા માટેની સમજણ આપતી વિગતો છે.

ટ્રાફિક એન્જિનીયરિંગ --

·         પોલીસ તરફથી નગરપાલીકા તેમ જ માર્ગ અને મકાન વિભાગ અને લાગતાવળગતા વિભાગોને સૂચનઓ આપવામાં આવી છે. આપની આ બાબતે કોઈ પણ સૂચન જે તે ખાતાને આપી શકો છો. ઉપરાંત પોલીસના જે તે પોલીસ સ્ટેશન અથવા જિલ્લા પોલીસ અધિકારીશ્રીને પણ આપી શકો છો. જેઓ જે તે વિભાગમાં પાઠવશે.

ટ્રાફિક એન્ફોર્સમેન્ટ --

·         ટ્રાફિકના સતત પ્રવાહ માટે પોલીસ અગત્યનાં સ્થળો ઉપર ઊભા રહી ટ્રાફિક નિયમન કરે છે. ટ્રાફિક નિયમનો ભંગ કરનારને મેમો પણ આપે છે.

પ્રજાએ શું કરવું જોઈએ --

·         ડ્રાઇવિંગ લાઇસન્સ અવશ્ય સાથે રાખવું.

·         પૂરઝડપે વાહન ચલાવવુ નહીં.

·         વાહનમાં ડાર્કફિલ્મ લગાડવી નહીં.

·         પ્રદૂષણ પેદા કરે તેવાં વાહન ચલાવવાં નહીં.

·         વાહનમાં પાછળ રેડિયમ પટ્ટી તથા રિફલેક્ટર લગાવવા તેમ જ વધારાની લાઇટ લગાવવી નહીં.

·         વાહનની જમણી બાજુની લાઇટમાં પીળો પટ્ટો લગાવવો જોઈએ.

·         મલ્ટીટોન તેમ જ વિવિધ પ્રકારનાં હોર્નનો ઉપયોગ કરવો નહીં.

·         ટ્રાફિક સિગ્નલનો ભંગ ન કરવો.

·         વાહનનું પાર્કિંગ તેની નિયત કરેલી જગ્યાએ જ પાર્ક કરવું.

·         અડચણ કરે તેમ વાહન પાર્ક ન કરવું.

·         નશીલી વસ્તુનું સેવન કરી વાહન ચલાવવું નહીં.

·         ભયજનક રીતે ઓવરટેક કરવો નહીં.

·         માલવાહક વાહનોમાં ગેરકાયદે પેસેન્જરોની હેરાફેરી કરવી નહીં.

·         વાહનને અકસ્માત થાય ત્યારે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવી અને નજીકના પોલીસ સ્ટેશનમાં ખબર આપવી.

 

Page 1 [2] [3]
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 12-07-2012