હું શોધું છું

હોમ  |

પરિચય
Rating :  Star Star Star Star Star   

આણંદ જિલ્લા પોલીસ અધીક્ષકશ્રીની કચેરી

આનંદગિર નામના ગોસાંઇએ આ શહેર નવમા સૈકામાં વસાવ્યું હતું. તેની નોંધ ભાટચારણોના ચોપડે નોંધાયેલી મળે છે. નાના અડધમાં ગોસાંઇવાળું ફળિયું આજે પણ હયાત છે. કાળક્રમે ગોસાંઇઓની પડતી થઈ અને પાટીદારોએ જમીન-જાગીર તેમ જ મિલકતો ખરીદી વસવાટ શરૂ કર્યા. ગામની ઉત્તરે આણંદ આર્ટસ કોલેજની હોસ્ટેલના મકાનની બાજુમાં હનુમાનની વાડી નામે ઓળખાતી વાડી ગોસાંઇઓની હતી. આ વાડીમાં ગોસાંઇઓના મૃતદેહો દફનાવવામાં આવતા. જોકે આજે તેના સ્મૃતચિહ્નો જોવા મળતાં નથી, પરંતુ હનુમાનજીનું મંદિર આજે પુરાવારૂપે હયાત છે. આમ આનંદગિર ઉપરથી આનંદ-આણંદ ગામનું નામ પડ્યું એવી દંતકથા છે.

આણંદ જિલ્લો સ્વતંત્ર પોલીસ જિલ્લા તરીકે સને ૧૯૮રથી અમલમાં આવ્યો છે અને જે તે વખતે આણંદ જિલ્લો ખેડા દક્ષિણ તરીકે ઓળખાતો હતો. રાજ્ય સરકારે તા. ૦૧/૧૦/૧૯૯૭થી રાજ્યમાં ૬- નવા જિલ્લા બનાવતા ખેડા જિલ્લાના વિભાજનથી આણંદ એક અલગ જિલ્લા તરીકે સ્થાન પામ્યો છે. આણંદ જિલ્લામાં આણંદ, ઉમરેઠ, પેટલાદ, સોજિત્રા, બોરસદ, આંકલાવ, ખંભાત અને તારાપુર મળી કુલ - ૮ તાલુકાઓનો સમાવેશ થાય છે. સને ૧૯૯૭ના વિભાજનમાં ડાકોર તથા ઠાસરા પોલીસ સ્ટેશનનો આણંદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તા. ૧૬/૦૪/૧૯૯૮થી આ બન્ને પોલીસ સ્ટેશન વિસ્તાર ને ખેડા જિલ્લાના વહીવટ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો.

આણંદ જિલ્લો સ્વતંત્ર પોલીસ જિલ્લા તરીકે અમલમાં આવ્યો ત્યારે પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, અમૂલ ડેરી રોડ, બારદાનવાલા કોમ્પ્લેક્સની બાજુમાં કાર્યરત થયેલી અને સને ર૦૦૦માં જિલ્લા પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, બોરસદ, ચોકડી, આણંદ સોજિત્રા રોડ, આણંદ ખાતે કાર્યરત છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 07-06-2006